દાંતની જાળવણી માટે સામાન્ય જાણકારી

Q: બ્રશ કે દાંતણ ?શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે ?

A: બ્રશ અને દાતણ બંને મહત્વપૂર્ણ છે. બંનેના પોતાના અલગ-અલગ ફાયદાઓ છે . બ્રશ મોંના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે અને દાંતની બધી સપાટી સાફ કરે છે.જ્યારે દાંતણ આપણાં જડબાંના હાડકાં અને સ્નાયુઓને કસરત પૂરી પાડે છે , ઉપરાંત તેમાં જીવાણુંનાશક અને ઔષધીય ગુણ હોય છે તેથી બ્રશ અને દાંતણ બન્નેનું સંયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Q: દાંતની સફાઈ ક્યારે અને કેટલી વાર કરવી જોઈએ ?

A : આપણા દાંત દરરોજ બે વખત બે મિનિટ માટે સાફ કરવા ખૂબ જ જરૂરી છે. સવારે બ્રશ અથવા દાંતણ અને રાત્રે સૂતા પહેલા બ્રશનો ઉપયોગ કરવો જરૂરી છે.

Q: દિવસમાં બે વાર શા માટે બ્રશ કરવું મહત્વપૂર્ણ છે ?

A: દિવસમાં બે વખત બ્રશ પાછળનું કારણ એ છે કે ટૂથપેસ્ટ અને દાંતણની જીવાણુંનાશક અસર 12 કલાક સુધી રહે છે જો આપણે 12 કલાક પછી દાંત સાફ ના કરીએ તો જીવાણુંની અસર વધી જાય છે અને આપણાં દાંત અને પેઢાંને નુકસાન થાય છે એટલા માટે દિવસમાં બે વાર દાંત ની સફાઈ કરવી જરૂરી છે.

Q: દાંતને બરાબર બ્રશ કરવા માટે યોગ્ય રીત કઈ છે ?

A: મોંઢાનાં સ્વાસ્થ્ય માટે સવારની બે મિનિટ અને સાંજની બે મિનિટ પૂરતી છે. આપણે એક વાર બ્રશ કરતી વખતે માત્ર ૧૨૦ સેકન્ડ આપવાની જરૂર છે. નાના અને નરમ સ્ટ્રોકનો ઉપયોગ કરવો, ખાસ કરીને પેઢાં પાસે, દાંતની અંદરની સપાટી અને પાછળના દાંતની સફાઈ પર વધારે ધ્યાન આપવુ. બ્રશને આગળ પાછળની બદલે ઉપર-નીચે કરવુ. સારી સફાઈ માટે બ્રશને પેઢાં થી ૪૫ ડિગ્રીના ખૂણે રાખવુ. દાંતની સાથે જીભ ની સફાઈ પણ એટલી જ જરૂરી છે માટે ઉલિયા નો ઉપયોગ કરવો.

Q: કઈ ટૂથપેસ્ટ શ્રેષ્ઠ છે??

A: ફ્લોરાઈડ અને ટ્રાયક્લોસન યુક્ત પેસ્ટ વાપરવી સલાહ ભરેલી છે. એ દાંતમાં સડો ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે . જ્યારે ફ્લોરાઈડ આપણા દાંતના ઉપરના પડ ઈનેમલ ને મજબૂત કરે છે. ખાસ કરીને એ નોંધવું જરૂરી છે કે બાળકોને ફ્લોરાઈડ વગર ની કે ઓછા ફ્લોરાઈડ વાળી પેસ્ટ વાપરવાની સલાહ છે.

Q: નાના બાળકના દાંત ની કાળજી કેવી રીતે લઈ શકાય?

A: બાળકના દાંત આવે એ પહેલાથી જ મોઢાંના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. કોઇપણ ખોરાક પછી તેમના પેઢાંને નરમ કપડા વડે સાફ કરવા જોઈએ. દાંત આવતાની સાથે જ દિવસમાં બે વાર નરમ બ્રશ કરાવવુ જોઈએ. એકવાર બાળક ખોરાક લેવાનુ ચાલુ કરે ત્યારબાદ બોટલનો ઉપયોગ ટાળવો. લાંબા સમય સુધી બોટલનો ઉપયોગ ટાળવો અને ખાસ રાત્રે બોટલ મોઢાંમાં રાખીને ઊંઘે નહીં તેની કાળજી રાખવી.બાળકના મોઢાંમાં સડો થવાના સૌથી મોટા કારણોમાંનું આ એક માનવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Article

Dr. Anand Jasani and Dr. Rashmi jasani from City Dental Hospital, Rajkot

GET A CONSULTATION